મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamnagar) માં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. બીજા નવા પાંચ કોરોના પોઝિટિવ કેસ (Corona Virus case) આવ્યાં છે. આ સાથે આજના દિવસમાં કુલ 10 પોઝિીટિવ કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ 19 દિગ્વિજય પ્લોટ નંબર માં રહેતા ૭૭ વર્ષ પુરુષ, માંડવી ટાવર પાછળ 34 વર્ષનો પુરુષ, હવાઈ ચોક શ્રીજી ટાવર માં 23 વર્ષીય પુરુષ, લીમડા લાઈન પોસ્ટ ઓફિસ પાછળ 37 વર્ષનો પુરુષ, ચાંદી બજાર ઝવેરીના ડેલામાં 51 વર્ષના પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ જામનગર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 145 પર પહોંચ્યો છે.
જુઓ LIVE TV
આ અગાઉ આજે જે નવા કેસ નોંધાયા હતાં કે કાલાવડ નાકા બહાર બાલનાથ સોસાયટીમાં 3 કેસ અને કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામનો એક કેસ સામેલ છે. જામનગરમાં કોરોનાના કારણે કુલ 3 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે